ક્ષિતિજ ભાસે ક્ષીણ ને પ્રતીક્ષામય અક્ષ ક્ષોભિત...
ક્ષણનશ્વર આ જીવન અને ક્ષણ ક્ષણ ક્ષુબ્ધ ચિત્ત...
----------------------
સ્નેહ તણુ કૂણુ કિરણ ને સ્પન્દનોના ફોરા ...
મેઘધનુષ્ય રચાયુ શમણાઓના આકાશમા....
-----------------------
સ્મૃતિફલક પર ઝળકે સિતારો ...સ્નેહગાંઠના પ્રતિક સમ ... નિશ્ચલ ધ્રુવતારક સમ,,,,
-----------------------
નિર્મોહી અને નિ:સ્પૃહી તમે તો જળમા પણ કોરા રહી ગયા
આસક્તિ તણા મૃગજળમા અમે તો અમથા જ પલળી ગયા
(20th March 20, 2010)
---------------------------
No comments:
Post a Comment