શૂન્યાવકાશ
તારા જવા ને આવવા વચ્ચે સર્જાયો શૂન્યાવકાશ...
વિલપનની પરાકાષ્ઠાએ સર્જાયો આ શૂન્યાવકાશ...
હવે તો તારી હાજરીમા ય નથી હટતો આ શૂન્યાવકાશ...
આદત બનીને પ્રિય થઇ ગયો છે આ શૂન્યાવકાશ...
લાગે છે ચિતા સુધી સાથ આપશે આ શૂન્યાવકાશ...
શ્રદ્ધા નિર્ઝરિણી વહી પ્રપંચના રણ મા....
ક્યાક ઉપવન બની
વસંત લહેરાશે એવા ભ્રમ મા....
શ્રદ્ધા નિર્ઝરિણી વહી પ્રપંચના રણ મા....
આશાવાદની આ પરાકાષ્ઠા
અસ્તિત્વ ન્યોચછાવર કરવા
શ્રદ્ધા નિર્ઝરિણી વહી પ્રપંચના રણ મા....
શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ...
ટાબરિયાના ટીફિન બોક્સમા તો ક્યાંક વહેલી સવારના ઝાક્ળની બુંદમા..
શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ...
સેલ્ફોનની રણકેલી રીંગમાં તો ક્યાંક તુલસીના છોડમા...
શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ...
ગુગલ સર્ચમાં તો ક્યાંક પુસ્તકો સાથેના અનન્ય અનુરાગમાં...
શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ...
મિત્રો સાથેની ગપાટાબાજીમા તો કયાંક સ્વ સાથેના સંવાદમાં....
શોધુ છુ મારૂ ખોવાયેલુ અસ્તિત્વ...
એકલતાના તિમિરમા તો ક્યાંક એકાંતના તેજમાં....
19 નવેમ્બર, 09.
· અભિવ્યક્તિ
પ્રત્યક્ષ જો હોય તુ તો મૌનની લિપિ સર્જાય
અપ્રત્યક્ષ જો હોય તો અભિવ્યક્તિની લિપિ સર્જાય.....
વ્યક્તાભિવ્યક્ત પ્રતીતિનો ધસમસતો પ્રવાહ
ટેરવેથી નીકળીને કીબૉર્ડ દ્વારા થઇ મેમરીમા ઉમેરાય....
તો શેષ વ્યર્થ વહી જાય....
સ્વપ્ન સમાં એ આનંદ ઓચ્છવમાં
આમ સાવ અચાનક
વાસ્તવિકતાનો સાક્ષાત્કાર થયો ને......
ખીલખીલાટ હાસ્યના મહોરા પાછળ
ખાળી રાખેલ અશ્રુબુંદ
પાંપણમાં હજુ પણ અકબંધ છે....
કદાચ મારી જ ચિતાની આગ
ઠારવાનો વ્યર્થ પ્રયત્ન કરવાને....
27th june, 2010